Webdunia - Bharat's app for daily news and videos

Install App

15 મહાનગરપાલિકાઓ સહિત સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે રાજકીય પક્ષો સજ્જ, ટૂંક સમયમાં થશે એલાન

શુક્રવાર, 13 માર્ચ 2026 (12:39 IST)
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આગામી ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. રાજ્ય સરકાર અને ચૂંટણી પંચ દ્વારા જરૂરી વહીવટી પ્રક્રિયાઓ આગળ વધારવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ જેવા મુખ્ય રાજકીય પક્ષોએ પણ પોતપોતાની ચૂંટણીલક્ષી રણનીતિઓ ઘડવાની શરૂઆત કરી દીધી છે.
 
માહિતી મુજબ, વિધાનસભાનું વર્તમાન સત્ર પૂર્ણ થયા બાદ એટલે કે માર્ચ મહિનાના અંત સુધીમાં આ ચૂંટણીઓની સત્તાવાર તારીખો જાહેર થવાની પ્રબળ સંભાવના છે. આ વખતે રાજ્યની હયાત 6  મહાનગરપાલિકાઓની સાથે નવી જાહેર થયેલી 9 મહાનગરપાલિકાઓમાં પણ ચૂંટણી યોજાવવા જઈ રહી હોવાથી આ ચૂંટણીઓનું રાજકીય મહત્વ ખૂબ વધી ગયું છે.
 
મહાનગરપાલિકાઓ ઉપરાંત રાજ્યની 83 નગરપાલિકાઓ, 34  જિલ્લા પંચાયતો અને 262 તાલુકા પંચાયતો માટે પણ મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. ખાસ બાબત એ છે કે, આ ચૂંટણીઓમાં 27  ટકા ઓબીસી (OBC) અનામત સાથે બેઠકોની ફાળવણી કરવામાં આવશે, જેને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષો પોતાના નવા સામાજિક સમીકરણો ગોઠવી રહ્યા છે.
 
ચૂંટણીની ઘડીઓ નજીક આવતા જ તમામ રાજકીય પક્ષોએ પોતાના સંગઠનોને વધુ મજબૂત કરવા, યોગ્ય ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરવા અને પ્રચારની કામગીરી તેજ કરી દીધી છે. રાજ્યના સમગ્ર રાજકીય પરિપ્રેક્ષ્યમાં સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીઓ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

પ્રેગનેંટ દીપિકા પાદુકોણે બૉસી લુકમાં ફ્લોંટ કર્યુ બેબી બંપ, ડાંસ મૂવ્સના દિવાના થયા લોકો, બોલ્યા - દુઆની મમ્માએ કમાલ કરી દીધી

ગુજરાતી જોક્સ -લગ્ન થયા ત્યારે

ગુજરાતી જોક્સ - ગુલાબજાંબુ

ગુજરાતી જોક્સ - ઓ ભાઈ

Anshula Kapoor Wedding Photos - કપૂરની લાડલી બની ગુજ્જુ પરિવારની વહુ

આગળનો લેખ
Show comments