Daily Horoscope
✕

Propose Day: છોકરીઓને ગમે છે આ રીતે પ્રપોઝ કરનારા છોકરાઓ, શુ તમે તૈયાર છો ?

Updated: ગુરુવાર, 11 એપ્રિલ 2024 (16:00 IST)
Best romantic ways to propose to a girlfriend: પ્રેમના ઘેલા આજે વેલેન્ટાઈન વીકના બીજો દિવસ એટલે કે પ્રપોઝ ડે મનાવી રહ્યા છે.  આ ખાસ દિવસ દર વર્ષે 8 ફેબ્રુઆરીના રોજ મનાવાય છે.  આ દિવસે લોકો પોતાના ક્રશને પ્રપોઝ કરીને પોતાના દિલનો હાલ બતાવે છે. પણ જો તમે હજુ સુધી આવુ નથી કરી શક્યા તો આજનો દિવસે અને આ પ્રપોઝ ડે ટિપ્સ ખાસ તમારે માટે છે.  આ ટિપ્સ તમારા દિલની વાત તમારા હોઠો પર લાવવા અને તમારા રિજેક્શનના ભયને બહાર કાઢવામાં તમારી મદદ કરી શકે છે. આવો જાણીએ છેવટે છોકરીઓને કેવી રીતે પ્રપોઝ કરનારા છોકરા પસંદ હોય છે. 
 
છોકરીઓને ઈપ્રેસ કરવા માટે તેમને આ રીતે કરો પ્રપોઝ 
 
રોમેન્ટિક પાર્ટનર- છોકરીઓને મોટેભાગે સ્વભાવથી ગંભીર રહેનારા છોકરાઓ ઓછા ગમતા હોય છે. એવા પાર્ટનર્સ જે નેચરથી થોડા રોમેન્ટિક હોય અને પ્રપોઝ ડેના દિવસે સિમ્પલ આઈ લવ યુ કહેવાને બદલે હાથમાં લાલ ગુલાબનો બુકે લઈને તેમને કોઈ  કવિતા, ગઝલ કે મેસેજની મદદથી રોમેન્ટિક રીતે પ્રપોઝ કરે.
 
કેન્ડલ નાઇટ ડિનર - તમારી મિત્રને કેન્ડલ નાઈટ ડિનર પર લઈ જઈને પણ પ્રપોઝ કરી શકો છો. રાત્રિભોજન માટે જતા પહેલા, રેસ્ટોરન્ટમાં કેટલાક રોમેન્ટિક સંગીતની વ્યવસ્થા કરો. ભોજન સર્વ કરતી વખતે, તમે તમારી ગર્લફ્રેંડના પ્લેટ પર ગિફ્ટ મૂકીને અથવા તમે ગીત પર ડાન્સ કરીને તમારો પ્રેમ વ્યક્ત કરી શકો છો. 
 
ડેસ્ટિનેશન પ્રપોઝ - ફ્રેંડને પ્રપોઝ કરવા માટે, તમે તેને તેની મનપસંદ જગ્યાએ લઈ જઈ શકો છો અને ત્યાં તેને તમારા દિલની વાત કહી શકો છો, પછી ભલે તે જગ્યા તેની મનપસંદ રેસ્ટોરન્ટ હોય કે સનસેટ પોઈન્ટ.
 
પ્રથમ મુલાકાત- તમે તમારા ક્રશને પ્રપોઝ કરવા માટે તે જગ્યા પણ પસંદ કરી શકો છો જ્યાં તમે બંને પહેલીવાર મળ્યા હતા. તે જગ્યાએ જઈને, તમારે પહેલાથી  જ તૈયારી કરી લો.  જેમ કે  બોર્ડ ગોઠવીને, તમે તમારા બંનેનાફોટા મૂકી શકો છો અથવા પ્રપોઝલ કેક અને સંગીત તૈયાર રાખી શકો છો કે  પછી  કોઈક બહાને તેમને ત્યાં બોલાવો અને તમારા દિલની વાત જણાવીને તેને પ્રપોઝ કરો.
 
પ્રેમ પત્ર લખો - લવ લેટર એ પ્રેમ વ્યક્ત કરવાની સૌથી જૂની અને પ્રેમાળ રીત  છે. તો મોડુ ન કરશો આ પ્રપોઝ ડે પર તમારા મનની લાગણીઓને શબ્દોમાં બાંધીને એક કાગળ પર લખીને મુકો. તેનુ ઈમ્ર્પેસ થવુ નક્કી છે. 

વધુ જુઓ..

માત્ર 1 મિનિટ મોડા પહોંચતા બીમાર બાળક સાથે મુસાફરને ફ્લાઇટમાં ચઢવા ન દીધો, 13 મિનિટ વહેલી ઉડી ગઈ ફ્લાઇટ; IndiGo સામે રોષ

Xiaomi 18 Pro Series : Xiaomi ની મોટી જાહેરાત: 17 નવેમ્બરે 7 નવા ઉત્પાદનો લોન્ચ થશે; જાણો શું ખાસ છે.

અંડર 19 ટીમ ઈંડિયાના બચાવમાં ઉતર્યા બીસીસીઆઈ સચિવ, પાકિસ્તાનને માત આપ્યા પછી કરેલા સેલીબ્રેશનને ગણાવ્યુ યોગ્ય

છોટાઉદેપુરમાં રાજ્ય સ્તરીય આદિવાસી ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ₹3.5 કરોડના અતિઆધુનિક ફાયર ટેન્ડરનું કર્યું લોકાર્પણ

'ડેસ્ક પર જ ઊંઘી જતી હતી' કહી આળસુ હોવાનો લગાવ્યો આરોપ, નોકરીમાંથી કાઢી મૂકી; મહિલાએ કોર્ટમાં જીતી કાનૂની લડાઈ!

વધુ જુઓ..

Akshaya Navami Katha - સંતાન સુખ આપનારુ છે અક્ષય નવમી નું વ્રત, જાણો પૂજા વિધિ અને કથા

કપૂરના આ ઉપાયો તમારી દરિદ્રતા દૂર કરશે ..Kapur Upay

Aaj Nu Panchang- આજનુ પંચાગ -16 નવેમ્બર, 2026

આજે છઠ પૂજાનો સાંજનો પ્રસાદ કરવામાં આવશે. સૂર્યને જળ ચઢાવવાનો યોગ્ય સમય અને નિયમો જાણો.

Aaj Nu Panchang- આજનુ પંચાગ -15 નવેમ્બર, 2026

આગળનો લેખ
Show comments