ટ્રાફિકના નિયમોનું પાલન કરનારને વધુ પગાર આપશે કંપનીઓ!
દેશમાં નવા મોટર વ્હીકલ કાયદો લાગૂ થયા બાદ ક્યાંક ઇચ્છાનુસાર મેમો વસૂલવા આવ્યા તો હજુપણ ટ્રાફિક રૂલ્સ ફોલો કરવામાં લોકોને સમસ્યા આવી રહી છે. જોકે ઘણી જગ્યાએ લોકો આ કાયદાના સમર્થનમાં પણ છે. તો આ બીજી તરફ ગુજરાતમાં હવે કંપનીઓએ પોતાના કર્મચારીઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે નવી સ્કીમ નિકાળી છે. તે પોતાના કર્મચારીઓને કાર પૂલિંગ અને આ આદતોને પ્રોત્સાહન આપવા માટે તેમનો પગાર વધારવા અંગે વિચાર કરી રહી છે.
અમદાવાદમાં એક ખાનગી હોસ્પિતલમાં કંપનીએ સીસીટીવી કેમેરા લગાવ્યા છે. હોસ્પિટલના સીઇઓ ડો. નિખિલનું કહેવું છે કે 'અમે કર્મચારીઓ પર નજર રાખીએ છીએ ઓફિસ આવતી વખતે કોણે હેલમેટ પહેર્યું છે, કોણે સીટ બેલ્ટ પહેર્યો છે. જે આમ કરતું નથી તેમનું કાઉન્સલિંગ કરીએ છીએ. ટ્રાફિકના નિયમોનું મહત્વ સમજાવીએ છીએ. હોસ્પિટલની યોજના છે કે ટ્રાફિકના નિયમો પર ક્વિઝ યોજવામાં આવે. જે આ પ્રતિયોગિતામાં પાસ થશે તે કર્મચારીને ગિફ્ટ આપવામાં આવશે.
વાઘ બકરી ગ્રુપે કહ્યું હતું કે કંપનીના 100 વર્ષ પુરા થતાં તે પોતાના કર્મચારીઓને કહી રહ્યા છે કે ઓછામાં ઓછું પ્રદૂષણ ફેલાવે. તેના માટે તેમને ટિપ્સ આપવામાં આવી રહી છે કે તે કાર પૂલિંગનો ઉપયોગ કરે. આ ઉપરાંત ઘણી કંપનીઓ ધ્યાન રાખી રહી છે કે તેમના કર્મચારી કેટલા ટ્રાફિકના નિયમો વિશે કેટલું જાણે છે અને તેનું પાલન કરે છે. એવા કર્મચારીઓનો પગાર વધારવા અંગે કંપનીઓ વિચાર કરી રહી છે