Festival Posters
✕

ગુજરાત પર મેઘરાજા મહેરબાન: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આશંકા, જાણો તમારા શહેરની સ્થિતિ

Updated: ગુરુવાર, 2 જુલાઈ 2026 (09:31 IST)
gujarat rain
રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ચોમાસું બરાબર જામ્યું છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં હળવોથી ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે મહત્વની આગાહી કરી છે, જેમાં 2 જુલાઈના રોજ સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં અતિભારે વરસાદની આશંકાથી રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ, જ્યારે ગીર સોમનાથ, રાજકોટ, જૂનાગઢ, બોટાદ, વડોદરા અને છોટા ઉદેપુરમાં ભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 3 થી 7 જુલાઈ દરમિયાન વરસાદનું જોર હજુ વધશે અને આ તમામ જિલ્લાઓમાં અતિભારે વરસાદનો સિલસિલો ચાલુ રહી શકે છે.
ALSO READ: હવામાન યુ-ટર્ન! આવતીકાલથી 5 જુલાઈ સુધી ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાન વિભાગે 21 જિલ્લાઓમાં ચેતવણી જારી કરી

સામાન્ય વરસાદની આગાહી અને મુખ્ય શહેરોનું હવામાન

 
અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને સાબરકાંઠા સહિતના ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. શહેરોના તાપમાનની વાત કરીએ તો:
 
• અમદાવાદ: ભારે પવન સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા (મહત્તમ તાપમાન 39°C, લઘુત્તમ 29°C).
• રાજકોટ: છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના (મહત્તમ તાપમાન 34°C, લઘુત્તમ 27°C).
• સુરત: અતિથી અતિભારે વરસાદની આગાહી (મહત્તમ તાપમાન 30°C, લઘુત્તમ 25°C).
• વડોદરા: ભારે વરસાદની સંભાવના (મહત્તમ તાપમાન 34°C, લઘુત્તમ 29°C).
 

દેશ અને રાજ્યમાં ચોમાસાની પ્રગતિની સ્થિતિ

 
દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હાલ ઉત્તર અરબી સમુદ્ર, ગુજરાત, દમણ-દીવ, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં આગળ વધી ગયું છે. આ ઉપરાંત ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, લદ્દાખ, જમ્મુ-કાશ્મીર, હરિયાણા અને પંજાબમાં પણ ચોમાસું સક્રિય થયું છે. ગુજરાતમાં અત્યારે ચોમાસાની રેખા પોરબંદર અને વલ્લભ વિદ્યાનગર પરથી પસાર થઈ રહી છે. આગામી બે દિવસમાં ચોમાસું સમગ્ર ગુજરાત, દિલ્હી, પંજાબ અને રાજસ્થાનના બાકીના વિસ્તારોને પણ આવરી લે તેવી મજબૂત શક્યતાઓ છે.

ALSO READ: CNG માં ઇથેનોલનું મિશ્રણ: તમારા વાહન માટે વરદાન કે નુકસાન? સત્ય જાણો!
 

દરિયાકાંઠાના વિસ્તારો માટે તોફાન અને માછીમારો માટે કડક ચેતવણી

 
ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ, પોરબંદર અને વલસાડમાં ઊંચા અને તોફાની મોજાં ઉછળવાની શક્યતા હોવાથી 'હાઇવેવ અને સ્વેલ સર્જ વોચ' જાહેર કરાઈ છે. જખૌ, માંડવી, મુન્દ્રા, ઓખા, વેરાવળ, દીવ, પીપાવાવ અને અલંગ સહિતના તમામ બંદરો પર ૫ જુલાઈ સુધી 40 થી 60  કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે. આ ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને માછીમારોને આગામી ૫ જુલાઈ સુધી દરિયો ન ખેડવાની કડક ચેતવણી આપવામાં આવી છે અને પ્રવાસીઓને દરિયાકાંઠે બિનજરૂરી અવરજવર ટાળવા સૂચના અપાઈ છે.
About Author
કલ્યાણી દેશમુખ
કલ્યાણી દેશમુખ છેલ્લા 19 વર્ષથી ડિઝિટલ મીડિયામાં કામ કરી રહી છે. ગુજરાતી ભાષાનો સારો અનુભવ. વર્તમાનમાં વેબદુનિયાના ગુજરાતી પોર્ટલના સહાયક સંપાદકના રૂપમાં કાર્યરત છે.      અનુભવ - કલ્યાણી દેશમુખ દોઢ દાયકાથી વધુ સમયથી દુનિયાના પહેલા ગુજરાતી પોર્ટલ વેબદુનિયામાં સહાયક સંપાદકના રૂપમાં કાર્યરત છે. તેમણે અનેક લોકસભા, ગુજરાત વિધાનસભા અને ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય.... Read More

વધુ જુઓ..

દિવાળીની મીઠાઈ માટે પરફેક્ટ ચાસણી બનાવવાની સરળ રીત, આ ટિપ્સ ખાસ યાદ રાખો!

ભાઈબીજ ભાઈને શું ભેટ આપવી જોઈએ?

Sofa Cleaning Tips- ભારે મશીનરી વગર ગંદા સોફા કવર ચમકતા અને સ્વચ્છ રહેશે, આ ઘરગથ્થુ વસ્તુઓનો ઉપયોગ કરો

ઊંધિયું બનાવવાની રીત

શુ અલ્કલાઈન વોટર પીવાથી પેટ સાફ થાય છે ? જાણો શુ કહે છે ડોક્ટર

વધુ જુઓ..

રામાયણની મુંબઈ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, રણબીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને સની દેઓલ સુધીના અનેક સ્ટાર્સ પહોચ્યા

રાવણ-જટાયુની લડાઈની સીક્વેંસ શૂટ કરવામાં લાગ્યા 6.5 વર્ષ, પુષ્પક વિમાન માટે બનાવી 50 જુદી-જુદી ડિઝાઈન

શૂટ આઉટ એટ વડાલા ના નિર્દેશક સંજય ગુપ્તાનુ નિધન, ફિલ્મ ઈંડસ્ટ્રીમાં પસર્યો માતમ

કેવો લાઈફ પાર્ટનર ઈચ્છે છે સાઈ પલ્લવી ? અમિતાભ બચ્ચને કર્યો સવાલ, રામાયણની સીતાના જવાબ પર લોકોએ પાડી તાળીઓ

'તેને મારી જરૂર છે...': જ્હાન્વી કપૂર માટે શિખરે છોડી દીધો હતો અભ્યાસ, શ્રીદેવીના નિધન બાદ લંડનથી દોડી આવ્યા હતા બોયફ્રેન્ડ!

આગળનો લેખ
Show comments