Daily Horoscope
✕

વડોદરા-ભરૂચ હાઈવે પર આજથી નવો ટોલ ટેક્સ લાગુ: કાર, બસ અને ટ્રક માટે હવે કેટલો ટેક્સ ચૂકવવો પડશે?

Updated: મંગળવાર, 21 જુલાઈ 2026 (13:06 IST)
Bharat Mala Expressway
વડોદરાથી ભરૂચ અને દહેગામ વચ્ચે મુસાફરી કરતા વાહનચાલકોના ખિસ્સા પર હવે વધારાનો બોજ પડશે. ભારતમાલા પ્રોજેક્ટ હેઠળના મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ વે (NE-4) પર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા આજથી ટોલ ટેક્સમાં 5 ટકાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ ફેરફાર બાદ હવે કાર અને વાન માટે રૂ. 5, એલસીવી (LCV) માટે રૂ. 10, બસ અને ટ્રક માટે રૂ. 20 તેમજ થ્રી-એક્સલ વાહનો માટે રૂ. 25  સુધીનો ટોલ વધારો અમલી બન્યો છે.
ALSO READ: CJP ના પ્રદર્શન દરમિયાન હિંસા, કયા એંગલ પર તપાસ કરી રહી છે દિલ્હી પોલીસ ? સામે આવ્યુ આખુ લિસ્ટ

આ ચાર ટોલ પ્લાઝા પર લાગુ થયા નવા દર:

વડોદરા જિલ્લામાંથી પસાર થતા આ એક્સપ્રેસ વે પર આવેલા મુખ્ય ચાર ટોલ પ્લાઝા પરથી પસાર થતી વખતે હવે વાહનચાલકોએ વધુ રકમ ચૂકવવી પડશે. જેમાં દોડકા, ફાજલપુર, સમીયાલા અને સાંપા ટોલ પ્લાઝાનો સમાવેશ થાય છે. આ તમામ સ્થળે આજથી જ વાહન શ્રેણી મુજબ નવા દર લાગુ કરી દેવામાં આવ્યા છે.
 

વાહન પ્રમાણે નવા ટોલ દરની વિગત:

નવા સુધારા મુજબ, કાર, જીપ અને વાન માટે દોડકા ખાતે રૂ. 210 (પહેલા 205), ફાજલપુરમાં રૂ. 200 (પહેલા 195), સમીયાલામાં રૂ. 130 (પહેલા 125) થયા છે, જ્યારે સાંપા ખાતે જૂનો દર રૂ. 90 યથાવત રખાયો છે. એલસીવી (LCV) વાહનો માટે દોડકા રૂ. 340, ફાજલપુર રૂ. 320, સમીયાલા રૂ. 210 અને સાંપા ખાતે રૂ. 115 વસૂલાશે. બસ અને ટ્રક માટે દોડકા ખાતે દર વધીને રૂ. 685, ફાજલપુરમાં રૂ. 670, સમીયાલામાં રૂ. 440 અને સાંપામાં રૂ. 240 થયો છે. આ ઉપરાંત થ્રી-એક્સલ વાહનો માટે દોડકા રૂ. 670, ફાજલપુર રૂ. 635, સમીયાલા રૂ. 480 અને સાંપા ખાતે રૂ. 265 નો નવો દર લાગુ કરાયો છે.
ALSO READ: શંભુ બોર્ડર પર ખેડૂતો ભેગા થયા, વાહનો રોકાયા, હવે 'અન્નદાતાઓની મહાપંચાયત' કેમ યોજાઈ રહી છે?

ત્રણ મહિનામાં જ રાહતનો અંત:

અત્રે ઉલ્લેખનીય છે કે, આ એક્સપ્રેસ વે પર માત્ર 3 મહિના પહેલા જ વાહનચાલકોને મોટી રાહત આપતા ટોલ દરોમાં 20 થી 30 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જોકે, આ રાહત ટૂંકા ગાળાની સાબિત થઈ છે અને હવે ફરી 5 ટકાનો વધારો કરાયો છે. ઓક્ટોબર 2024માં વસૂલાત શરૂ થયા બાદ આ રૂટ પર વાહનોની અવરજવર સતત વધી રહી છે, જેથી વડોદરા અને ભરૂચ વચ્ચે નિયમિત પ્રવાસ કરતા લોકોને હવે દૈનિક ધોરણે વધારાનો ખર્ચ ભોગવવો પડશે.
 
 

વધુ જુઓ..

શું હૃદયરોગના દર્દીઓ ખાઈ શકે ડ્રાય ફ્રુટ્સ ? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ

દિવાળી ડિનર માટે બનાવો આ 4 શાહી વાનગીઓ, પરિવાર અને મહેમાનોને આવશે મજા

ફટાકડાના ધુમાડાથી આંખોને બચાવો, આંખોમા લાલાશ, દુ:ખાવો અને પાણી આવવાને અવગણશો નહી, આ રીતે કરો દેખરેખ

10 Special sweets for Diwali- દિવાળી માટે 10 મીઠાઈ ની રેસિપી

Colorful Coconut Rolls- કલરફુલ નારિયેળની બરફી રોલ

વધુ જુઓ..

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

દિવાળીના મજેદાર જોક્સ

Ramayana Movie Review: ઈમોશન નહી આ વીએફએક્સ વાળી રામાયણ છે, રાવણ બનીને છવાય ગયા યશ, જાણો ક્યા ફીકા પડ્યા રણબીર ?

રામાયણની મુંબઈ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, રણબીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને સની દેઓલ સુધીના અનેક સ્ટાર્સ પહોચ્યા

રાવણ-જટાયુની લડાઈની સીક્વેંસ શૂટ કરવામાં લાગ્યા 6.5 વર્ષ, પુષ્પક વિમાન માટે બનાવી 50 જુદી-જુદી ડિઝાઈન

આગળનો લેખ
Show comments