Daily Horoscope
✕

IND vs AUS 1st Test Day- ભારતની પહેલી ઇનિંગ 150માં આટોપાઈ

Updated: શુક્રવાર, 22 નવેમ્બર 2024 (15:50 IST)
IND vs AUS 1st Test Day-  ભારતીય કેપ્ટન જસપ્રિત બુમરાહે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ ખોટું સાબિત થયું અને ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં 150 રનમાં જ પડી ગઈ. ન્યૂઝીલેન્ડ સામેની હોમ ટેસ્ટ સિરીઝમાં 0-3થી હાર્યા બાદ ઓસ્ટ્રેલિયા ગયેલી ટીમ ઈન્ડિયાના આ પ્રદર્શને ફરી બધાને પરેશાન કરી દીધા. બેટ્સમેનોએ ચાહકોને ટેન્શનમાં મૂક્યા, પરંતુ સાંજના અંત સુધીમાં બોલરોએ દરેકના ચહેરા પર ખુશી લાવી દીધી. બુમરાહની આગેવાની હેઠળની પેસ બેટરીએ ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોની હાલત ખરાબ કરી દીધી હતી. પ્રથમ દિવસે રમતના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 67/7 છે. ભારત હજુ પણ પ્રથમ દાવમાં 83 રનથી આગળ છે.
ઑસ્ટ્રેલિયાના પર્થ ખાતે બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની પહેલી ટેસ્ટ મૅચ રમાઈ હતી. જેમાં ભારતની પહેલી ઇનિંગ 150 રનમાં આટોપાઈ ગઈ હતી.
 
આ મૅચમાં નીતીશ રેડ્ડીએ ભારત વતી ડૅબ્યુ કર્યું, જેમણે સૌથી વધુ 41 રન ફટકાર્યા હતા. આ સિવાય ઋષભ પંતે 37 રનનો ફાળો આપ્યો હતો.
 
ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન જસપ્રિત બુમરાહે ટોસ જીતીને બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
 
મૅચમાં ઓપનર યશસ્વી જાયસવાલ, દેવદત્ત પડિક્કલ તથા મોહમ્મદ શિરાજ શૂન્ય રને આઉટ થયા હતા.
 
આ સિવાય કે.એલ. રાહુલે 26, વિરાટ કોહલીએ પાંચ, ધ્રુવ જુરેલે 11, વૉશિંગ્ટન સુંદરે ચાર, હર્ષિત રાણાએ સાત તથા જસપ્રીત બુમરાહે આઠ રનનો ફાળો આપ્યો હતો

વધુ જુઓ..

Gujarat Food Menu: લગ્નના મેનુમાં ગુજરાતની આ સ્વાદિષ્ટ વાનગીઓનો સમાવેશ કરો, પાર્ટી બની જશે ઉત્સાહી

પાર્ટી માટે બનાવો 5 સ્વાદિષ્ટ અને મસાલેદાર વેજ સ્ટાર્ટર્સ, મહેમાનો આંગળીઓ ચાટતા રહી જશે!

ઘરે બનાવેલી દાળમાં રેસ્ટોરન્ટ જેવો સ્વાદ કેમ નથી આવતો? અપનાવો ડબલ વઘારની આ ખાસ રીત, સ્વાદ થઈ જશે બમણો!

ગુલાબજળ અને બદામથી ઘરે જ બનાવો નેચરલ નાઈટ ક્રીમ, ચહેરા પર આવશે ગુલાબી નિખાર!

લિવરને અંદરથી મજબૂત બનાવવા માટે ખાવ આ 8 ફૂડ કૉમ્બિનેશન, ડોક્ટરે જણાવ્યુ કંઈ વસ્તુઓ સાથે ખાવી લાભકારી ?

વધુ જુઓ..

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

કાલી ખેતી મૂવી પ્રિવ્યુ - હવેલી અને ભૂતોનો જમાનો જૂનો થઈ ગયો, હવે ખેતરોમાંથી નીકળશે ભૂત, જાણો જેકી શ્રોફની આ રૂરલ સાઈકોલોજીકલ હોરરની દરેક વાત

Ramayana Worldwide Box Office Collection Day 8: રણવીર કપૂર-સાંઈ પલ્લવી સ્ટારરએ દુનિયાભરમાં પાર કર્યો 1000 કરોડનો આંકડો

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

આગળનો લેખ
Show comments