રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 10 જાન્યુઆરી 2024 (17:57 IST)

કોંગ્રેસે ઠુકરાવ્યું રામ મંદિરનું નિમંત્રણ

-કોંગ્રેસે  રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને આરએસએસ અને ભાજપનો કાર્યક્રમ
- અયોધ્યામાં અધૂરા મંદિરનું ઉદ્ઘાટન સ્પષ્ટ રીતે ચૂંટણી લાભ માટે
-  મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધી રામ મંદિરના અભિષેક સમારોહમાં હાજર રહેશે નહીં
 
કોંગ્રેસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને આરએસએસ અને ભાજપનો કાર્યક્રમ ગણાવ્યો હતો. પાર્ટીએ સત્તાવાર નિવેદન પણ જારી કર્યું છે. કોંગ્રેસે પોતાના નિવેદનમાં કહ્યું કે, ભાજપ અને આરએસએસના નેતાઓ દ્વારા અયોધ્યામાં અધૂરા મંદિરનું ઉદ્ઘાટન સ્પષ્ટ રીતે ચૂંટણી લાભ માટે કરવામાં આવી રહ્યું છે.
 
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર રામ મંદિરના અભિષેક સમારોહમાં હાજર રહેશે નહીં. કોંગ્રેસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના આમંત્રણને ફગાવી દીધું છે. 
 
બુધવારે કોંગ્રેસના મહાસચિવ-સંચાર જયરામ રમેશે એક નિવેદનમાં કહ્યું કે આપણા દેશમાં લાખો લોકો ભગવાન રામની પૂજા કરે છે. ધર્મ એ અંગત બાબત છે. પરંતુ આરએસએસ અને ભાજપે લાંબા સમયથી અયોધ્યામાં મંદિરને રાજકીય પ્રોજેક્ટ બનાવી રાખ્યું છે. ભાજપ અને આરએસએસના નેતાઓ ચૂંટણીના લાભ માટે અધૂરા મંદિરનું સ્પષ્ટપણે ઉદ્ઘાટન કરી રહ્યા છે.