Daily Horoscope
✕

Gujarat Local Body Election Result Live : નગર પાલિકાઓમાં બીજેપીને 778 સીટો, કોંગ્રેસ 91 સીટ જીતી, AAP ને ફક્ત 5 સીટ, જાણો અપડેટ

Updated: મંગળવાર, 18 ફેબ્રુઆરી 2025 (13:45 IST)
Gujarat Nikay Chtani Result 2025 Live: ગુજરાતમાં જૂનાગઢ નગર નિગમ અને નગરપાલિકાઓમાં બીજેપીએ એકવાર ફરી પોતાનો ઝંડો લહેરાવ્યો છે. સવારે 11 વાગ્યા સુહી જાહેર પરિણામોમાં તે સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. કોંગ્રેસને બીજેપીનો મુકાબલો 10 ટકા સીટો મળી છે. મોડી સાંજ સુધી વોટોની ગણતરી ચાલુ રહેશે.  આ ચૂંટણીમાં બીએસપી, અપક્ષ અને આમ આદમી પાર્ટીએ પણ ઉપસ્થિતિ નોંધાવી છે.  
 
અમદાવાદ. ગુજરાતમાં સ્થાનિક ચૂંટણી માટે વોટોની ગણતરી ચાલુ છે. સવારે 11.30 સુધી નગર પાલિકાઓમાં બીજ્પીએ 778 સીટો મેળવી છે. કોંગ્રેસે 91 સીટો જીતી છે. નિર્દલીય ઉમેદવારોએ 53 સીટો મેળવી છે. બસપાએ 5 સીટો જીતી છે. આપ પાર્ટીએ 5 સીટો જીતી છે અને અન્ય એ 4 સીટો જીતી છે. તાલુકા પંચાયતમાં  ભારતીય જનતા પાર્ટીએ 30 સીટો મેળવી છે. કોંગ્રેસે 9 સીટો જીતી છે અને 3 સીટો પર અપક્ષ ઉમેદવારોનો કબજો છે. સોનગઢ નગર પાલિકા ચૂંટણીમાં કોંગ્રેસે 2 સીટો જીતી છે. જ્યારે કે બીજેપીએ અત્યાર સુધી 21 સીટો જીતી લીધી છે. 
 
સોનગઢમાં પહેલીવાર કોંગ્રેસની એંટ્રી 
સવારે 11.45 વાગે - સોનગઢ નગર પાલિકામાં ભાજપાએ 28 માંથી 26 સીટો મેળવી છે. 26 સીટોમાંથી 5 સીટો નિર્વિરોધ જીતી લીધી. કારણ કે ચૂંટણી ફક્ત 23 સીટો પર હતી. સોનગઢ નગર પાલિકા ચૂંટણીમાં પહેલીવાર કોંગ્રેસને 2 સીટો મળી છે. જ્યારે કે ભાજપાએ અત્યાર સુધી 21 સીટો જીતી છે. 
 
ભગવા કિલ્લો એકવાર ફરી અભેદ્ય બન્યો 
સવારે 11 વાગે - બીજેપીએ 653 સીટો જીતીને ભગવા કિલ્લાને મજબૂત કરી લીધો. કોંગ્રેસને અત્યાર સુધી ફક્ત 60 સીટો મળી છે. 

01:37 PM, 18th Feb
 સ્થાનિક સ્વરાજના ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. જેમાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે તેમજ કોંગ્રેસની ફરીએકવાર ઈતિહાસિક હાર થાય તેવી શક્યતાઓ છે.  
 
-  મહુધા પાલિકામાં ભાજપે ઇતિહાસ રચ્યો છે. કોંગ્રેસનો ગઢ ગણાતી મહુધા પાલિકામાં ભગવો લહેરાયો છે. કુલ 06 વોર્ડની 24 બેઠક છે. જેમાં ભાજપના ફાળે 14 બેઠક ગઈ છે જ્યારે અન્યના ખાતામાં 10 બેઠક ગઈ છે.
 
- પંચમહાલની હાલોલ નપાની તમામ 36 બેઠક પર કસેરીયો લહેરાયો છે. કુલ 9 વોર્ડના 36 બેઠકો પૈકી 21 બિનહરીફ થઈ હતી જ્યારે 15 બેઠકો પર ચૂંટણી યોજાયેલી હતી જેમાં પણ ભાજપનો વિજય થયો છે. તો આ તરફ દ્વારકામાં પણ તમામ 28 સીટ પર ભાજપની જીત થઈ છે
 
- કચ્છની ભચાઉ નગરપાલિકાની 28 બેઠકનું પરિણામ જાહેર થયું છે. જે તમામ બેઠક પર ભગવો લહેરાયો છે, ત્યારે ભાજપના ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. 28 બેઠકોમાંથી ભાજપે 17 બેઠકો બિનહરીફ જીતી હતી. જ્યારે બાકીની બેઠકો માટે વોર્ડ નંબર 1, 2, 3 અને 6માં મતદાન યોજાયું હતું જે પણ ભાજપે કબજે કરી લીધી છે

વધુ જુઓ..

"કોજાગિરી પૂર્ણિમાના શુભ અવસરે ચંદ્રદેવ માટે નૈવેદ્ય થાળી"

શરદી ખાંસીથી છુટકારો અપાવવામાં કેટલી અસરકારક છે આદુ-તુલસીની ચા ?

ક્રિસ્પી બેક્ડ મસાલા કાજુ (Crispy Baked Masala Kaju)

Diwali Ghughra Recipe Tips- ઘૂઘરા ફૂટી ન જાય અને પૂરણ બહાર ન આવે તે માટે આ ૫ ટિપ્સ વાપરો

1 કલાકની અંદર શુગરને ડાઉન કરે છે આ પાન, ડાયાબીટીસનાં દર્દી ઘરમાં સહેલાઈથી ઉગાડી શકે છે આ છોડ

વધુ જુઓ..

ઈશા અંબાનીને બર્થડે પર BFF ઓરી તરફથી મળી ખાસ સરપ્રાઈઝ, રીક્રીએટ કર્યુ શાહરૂખ-કાજોલનુ આઈકૉનિક ગીત, વીડિયો વાયરલ

અમિતાભ બચ્ચન અને દિલજીત દોસાંજને બોમ્બની ધમકી, 27 નવેમ્બર સુધી થશે હુમલો, મુંબઈના મેયરને મળ્યો મેલ

રણબીર કપૂરની રામાયણનો જબરદસ્ત ક્રેઝ, ટિકિટની કિમંત પહોચી 3000 ને પાર, એડવાંસ બુકિંગમાં 5 કરોડથી વધુ કમાણી

રામાયણ માં રામ બનેલા રણબીર કપૂરે દશેરા કાર્યક્રમમાં એવુ તે શુ કહી દીધુ ? સોશિયલ મીડિયા પર મચી બબાલ, માગવી પડી માફી

કયા OTT પ્લેટફોર્મને મળ્યા રામાયણ ના ડિઝિટલ રાઈટ્સ ? રણબીર કપૂરની ફિલ્મ પર મેકર્સએ આપી મોટી અપડેટ

આગળનો લેખ
Show comments