Webdunia - Bharat's app for daily news and videos

Install App

Mangal Nakshatra Gochar: મંગળનુ રેવતી નક્ષત્રમાં ગોચર, 3 રાશિઓને મળશે અઢળક લાભ, કરિયરમાં મેળવશે ઊંચો મુકામ

મંગળવાર, 21 એપ્રિલ 2026 (18:29 IST)
Mangal Nakshatra Gochar
Mangal Nakshatra Gochar: જ્યોતિષ શાસ્ત્રમાં મંગળ ગ્રહને હિંમત, ઉર્જા, ભાઈચારો, ભૂમિ અને શૌર્યનો કારક માનવામાં આવે છે. તેથી, જ્યારે પણ મંગળની ગતિ બદલાય છે, ત્યારે તે આપણી હિંમત, કારકિર્દી અને સંપત્તિ પર સીધી અસર કરે છે. 24 એપ્રિલ, 2026 ના રોજ, ગ્રહોનો સેનાપતિ મંગળ રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરશે, જ્યાં તે 11 મે સુધી રહેશે. જાણો આ ગોચરથી કઈ રાશિના લોકોને ફાયદો થશે.
 

આ 3 રાશિઓની ચમકશે નસીબ 

 
મેષ રાશિ (Aries): મંગળ તમારી રાશિનો સ્વામી છે અને રેવતી નક્ષત્રમાં તેમનુ ગોચર તમારે માટે ખૂબ લાભકારી સાબિત થશે. તમને આ અવધિમાં લાંબા સમયથી અટકેલુ પ્રમોશન કે ઈક્રીમેંટ મળી શકે છે. જો તમે નવુ રોકાણ કરવાનુ વિચારી રહ્યા છો તો તે માટે આ સમય શુભ સાબિત થશે. વેપારમાં કોઈ મોટી ડીલ ફાઈનલ થઈ શકે છે. ટૂંકમાં તમારે માટે ગોલ્ડન સમય રહેશે.  
 
મિથુન રાશિ (Gemini): મિથુન રાશિના જાતકો માટે મંગળનુ નક્ષત્ર ગોચર કોઈ વરદાનથી ઓછુ સાબિત નહી થાય. તમને બિઝનેસમાં બંપર લાભ મળશે. નોકરીમાં પણ પ્રમોશનના યોગ બની રહ્યા છે. આર્થિક સ્થિતિ પહેલાથી મજબૂત થઈ જશે.   જે લોકો માર્કેટિંગ મીડિયા કે સંચારના ક્ષેત્રમા છે તેમને વિશેષ રૂપથી લાભ મળશે.   
 
વૃશ્ચિક રાશિ (Scorpio):  મંગળ આ રાશિનો સ્વામી છે. આવામાં આ ગોચર તમારે માટે પણ લાભકારી સાબિત થશે. તમને માન સન્માન અને પદ પ્રતિષ્ઠામાં વધારો થશે. જો તમે સરકારી નોકરીમાં છો તો તમને કોઈ મોટી ખુશખબર મળી શકે છે. યાત્રાથી સારો લાભ મળવાની આશા છે.   
 

આ ઉપાયોથી મંગળના શુભ પ્રભાવોમાં કરી શકો છો વૃદ્ધિ 

 
- રોજ મંગળદેવના કોઈપણ એક મંત્રનો ઓછામાં ઓછો 108 વાર જાપ કરો 
- મંગળવારે હનુમાન ચાલીસા કે બજરંગબાણનો પાઠ કરો 
- મંગળવારના દિવસે ગરીબોને લાલ મસૂરની દાળ કે લાલ કપડાનુ દાન કરો.   

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

શુભમન ગિલ સામે એક સાથે ત્રણ મોટા કારનામા કરવાની તક, CSK સાથેની મેચમાં મેળવી શકે છે મોટી ઉપલબ્ધિ

KKR Qualification Scenario: કલકત્તાએ કર્યુ શાનદાર કમબેક, પણ પ્લેઓફ માટે કરવી પડશે સખત મહેનત

ગુજરાતના ગંજ બજારના ભાવ - Gujarat Mandi Bhav

PM Kisan Yojana: ક્યાક અટકી ન જાય પીએમ કિસાન યોજનાનો 23 મો હપ્તો, પૈસા આવતા પહેલા કરી લો આ કામ

ઇબોલા વાયરસ અંગે એડવાઇઝરી જારી, દેશના તમામ પ્રવેશ સ્થળો પર સ્ક્રીનીંગ કરવામાં આવશે.

આગળનો લેખ
Show comments