આ રીતે કઢી બનશે વધુ ટેસ્ટી
કઢી અને ભાત દરેકને પસંદ હોય છે. જો કઢીને વધુ ટેસ્ટી બનાવવાની રીત મળી જાય તો શુ વાત છે. તો વાંચો આ ટિપ્સ અને બનાવો વધુ સ્વાદિષ્ટ કઢી..
ટિપ્સ
- કઢીમાં જ્યા સુધી ઉકાળો ન આવે ત્યા સુધી તેને બરાબર હલાવતા રહો. હલાવશો નહી તો કઢી ઉકળીને બહાર ઉભરવા માંડે છે. એક બે ઉકાળો આવ્યા પછી ધીમા તાપ પર પકવવા મુકી દો.
- કઢીને તાપ પરથી ઉતરવાના બે મિનિટ પહેલા કઢી લીમડો નાખો.
- કઢી બનાવવા માટે ખાટા દહીનો ઉપયોગ ન કરશો. છાશની કઢી વધુ સ્વાદિષ્ટ બને છે.
- કઢી બનાવવા માટે બેસનની માત્રા વિશેષ રૂપે ધ્યાન રાખો. એક કપ છાશ માટે એક ચમચી બેસન પુરતુ હોય છે.
- પકોડાવાળી કઢી બનાવવા માટે પકોડાને સોફ્ટ રાખો અને બેસન-છાશનુ મિશ્રણ નાખતી વખતે જ તેને કઢાઈમાં નાખી દો.
- તડકામાં હળદર ન નાખશો અને કઢી સારી રીતે ઉકળ્યા પછી જ વધાર નાખો.
- જો કઢીમાં ખટાશ વધુ આવી ગઈ છે તો તેમા અડધી ચમચી ખાંડ શકે છે. જો ખાંડ ન નાખવા માંગતા હોય તો એક કપ છાશમાં થોડુ મીઠુ નાખીને હળવુ ગરમ કરીને કઢીમાં નાખો અને 1-2 મિનિટ પકવો.