Daily Horoscope
✕

થાઈરોઈડ અને જાડાપણાનો કાળ છે આ ૩ પ્રકારનાં જ્યુસ, વધતા વજન પર લગાવશે બ્રેક, Thyroid થશે કંટ્રોલ

Updated: શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024 (09:41 IST)
થાઇરોઇડની સમસ્યા જીવનશૈલી સંબંધિત અન્ય મુખ્ય રોગ તરીકે ઉભરી આવી છે. ઉંમરની સાથે સ્ત્રીઓમાં થાઈરોઈડની સમસ્યા સામાન્ય બની રહી છે. થાઇરોઇડ એક ગંભીર સમસ્યા છે જેના કારણે તમારા એકંદર સ્વાસ્થ્યને અસર થઈ શકે છે. થાઈરોઈડ બે પ્રકારના હોય છે જેમાં હાઈપોથાઈરોડિઝમમાં વજન ઝડપથી વધે છે અને હાઈપરથાઈરોઈડિઝમમાં વજન ઘટવા લાગે છે. હાઈપોથાઈરોઈડના દર્દીને ખૂબ ભૂખ લાગે છે જેના કારણે વજન વધવા લાગે છે. આવી સ્થિતિમાં દવાઓની સાથે તમારા આહારમાં કેટલાક હેલ્ધી જ્યુસનો સમાવેશ કરો. જેથી થાઈરોઈડ અને વજન બંનેને નિયંત્રિત કરી શકાય. આ માટે દૂધી, ગાજર, જળકુંભીઅને બીટરૂટનો રસ ફાયદાકારક સાબિત થાય છે. જાણો થાઈરોઈડમાં કયુ જ્યુસ પીવો જોઈએ?
 
થાઇરોઇડમાં વજન ઘટાડવા માટેનાં જ્યુસ 
દૂધીનું જ્યૂસ- જો તમે દેશી ઉપચાર પર વિશ્વાસ કરતા હોય તો દૂધીનું  જ્યુસ  તમારી ડાયેટ માટે વરદાનથી ઓછું નથી. દૂધીના સેવનથી થાઈરોઈડની સમસ્યા પણ દૂર થઈ શકે છે. જો તમે દૂધીનું જ્યુસ પીવો છો, તો તેનાથી થાઇરોઇડ અને વધતું વજન બંને  કંટ્રોલમાં રહેશે.  સવારે ખાલી પેટે દૂધીનું જ્યુસ પીવાથી થાઈરોઈડની સમસ્યા ઓછી થાય છે. આનાથી ઉર્જા મળે છે અને શરીરમાં એનર્જી જળવાઈ રહે છે. દૂધીનું જ્યુસ પીવાથી વજન પણ ઝડપથી ઓછું થવા લાગે છે.
 
જળકુંભી અને સફરજનનું જ્યુસ - જળકુંભી  અને સફરજનને ભેળવીને બનાવેલ જ્યુસ થાઈરોઈડમાં ફાયદાકારક છે. આ જ્યુસ પીવાથી થાઈરોઈડ કંટ્રોલ કરી શકાય છે. તમે તેને કેવી રીતે તૈયાર કરી શકો છો: લગભગ 2 કપ જળકુંભીના પાંદડા લો અને તેને ધોઈ લો. હવે 2 સફરજનને ધોઈને કાપી લો. બંને વસ્તુઓને મિક્સરમાં બારીક ક્રશ કરી લો. હવે તેમાં 1 ચમચી લીંબુનો રસ ઉમેરો.  આ જ્યુસ સવારે પીવાથી થાઈરોઈડ ઘટશે અને વજન પણ ઘટશે.
 
બીટરૂટ અને ગાજરનું જ્યુસ - શિયાળાની ઋતુમાં લાલ રંગના રસદાર ગાજર મળે છે. ગાજર સાથે થોડી બીટરૂટ મિક્સ કરો અને તેનું જ્યુસ તૈયાર કરો. આ જ્યુસ થાઈરોઈડ માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. 1 ગાજર, 1 બીટરૂટ અને પાઈનેપલનો 1 મોટો ટુકડો જો તમે ઈચ્છો તો 1 સફરજન પણ ઉમેરો. હવે તેને ક્રશ કરીને તેનું જ્યુસ બનાવો.  આ જ્યુસ પીવાથી શરીર મજબુત બનશે અને થાઈરોઈડ અને વજન ઓછું થશે.

વધુ જુઓ..

ચાંદીના ભાવમાં મોટો કડાકો! એક જ ઝટકામાં ₹5,000 સસ્તી થઈ ચાંદી, સોનાના ભાવ પણ ગગડ્યા; જાણો 24Kના લેટેસ્ટ રેટ

મોટોરોલા એક સસ્તા ફોન સાથે ધમાલ મચાવશે, જેમાં 7,000mAh બેટરી, 144Hz ડિસ્પ્લે અને 50MP કેમેરા હોવાની શક્યતા છે.

માસિક રાશિફળ નવેમ્બર 2026 : કંઈ રાશિની ચમકશે કિસ્મત, કોને મળશે ધનલાભ ? અહી જાણો રાશિફળ

પહેલું કરવા ચોથ આવે તે પહેલાં જ દહેજ માટે પત્નીની હત્યા, લગ્નના 3 મહિના બાદ પતિને આજીવન કેદ

PM-Kisan નો 24 મો હપ્તો રજુ, ગુજરાતને આપી હજારો કરોડની ભેટ, પીએમ મોદી બોલ્યા - કેટલાક લોકોને દેશનો વિકાસ ગમતો નથી

વધુ જુઓ..

Dhanteras 2026- ધનતેરસ પર આ 5 વસ્તુઓ ન ખરીદો, નહીં તો તમારે નુકસાન સહન કરવું પડશે અને ઘરમાં ગરીબી આવશે.

Lizard on Diwali - જો દિવાળી પર ગરોળી દેખાય તો કરો આ કામ

પુષ્ય નક્ષત્ર: આ શુભ પ્રસંગે શું કરવું.

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 3૦ ઓક્ટોબર 2026

Pushya Nakshatra 2026: દિવાળી પહેલા ખરીદીનુ મહામુહૂર્ત પુષ્ય નક્ષત્ર ક્યારે છે ? જાણો આ દિવસે શુભ મુહુર્તમાં શુ ખરીદવુ

આગળનો લેખ
Show comments