રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Updated : બુધવાર, 11 માર્ચ 2020 (10:39 IST)

ગુજરાતમાં હજુ સુધી કોરોનાનો એક પણ પૉઝિટિવ કેસ નહીં

ધ હિન્દુના અહેવાલ અનુસાર ગુજરાતમાં હાલ સુધીમાં કોરોનાની તપાસમાં શંકાસ્પદ 51 લોકોના રિપોર્ટ નૅગેટિવ આવ્યા છે. ગુજરાતમાં અમદાવાદ અને સુરત ઍરપૉર્ટ આવેલાં 2231 મુસાફરોની હાલ સુધી તપાસ કરવામાં આવી છે. જ્યારે 1024 લોકોને તેમના જ ઘરમાં ઑબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. હેલ્થ કમિશનર જય પ્રકાશ શિવહારેએ કહ્યું, "હાલ સુધી 52માંથી 51 લોકોના રિપોર્ટ નૅગેટિવ આવ્યા છે. જ્યારે એક વ્યક્તિના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે."
 
શિવહારેએ વધુમાં કહ્યું, "નમૂનાની તપાસ ગુજરાતમાં બે લૅબમાં કરવામાં આવે છે. અમદાવાદમાં બી.જે. મેડિકલ કૉલેજ અને સુરતમાં એમ.પી. શાહ મેડિકલ કૉલેજમાં તપાસ થયા છે."
 
"અમને કેન્દ્ર સરકારની મંજૂરી મળશે ત્યારબાદ અમે સુરત, વડોદરા અને રાજકોટમાં લૅબોરેટરી ખોલીશું. હાલ સુધી અમે 2400 મેડિકલ ઓફિસર અને 14000 પૅરા-મેડિકલ ઓફિસરને કોરોના ફેલાય તો કેવાં પગલાં લેવા તેની ટ્રેનિંગ આપી છે. કોઈપણ કટોકટીની સ્થિતિને કાબૂમાં લેવા માટે રાજ્યએ 572 બેડ્સ અને 204 વૅન્ટિલેટરની વ્યવસ્થા કરી છે."