Festival Posters

Panchak - પંચક એટલે શું, હવે જાણીએ પંચક દરમિયાન ક્યા 5 કાર્યો ન કરવા જોઈએ

શુક્રવાર, 9 જૂન 2023 (11:50 IST)
Panchak in gujarati- જ્યોતિષ મુજબ પંચકમાં આવનારા નક્ષત્રોમાં શુભ કાર્ય થઈ શકે છે. પંચકમાં આવનારા ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર વાર સાથે મળીને સર્વાર્થ સિદ્ધિ યોગ બનાવે છે. બીજી બાજુ ધનિષ્ઠા, શતભિષા, પૂર્વા ભાદ્રપદ અને રેવતી નક્ષત્ર યાત્રા, વેપાર મુંડન વગેરે શુભ કાર્યોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે.

1. પંચક દરમિયાન જે સમયે ઘનિષ્ઠ નક્ષત્ર હોય એ સમયે ઘાસ, લાકડી વગેરે ઈંધણ એકત્ર ન કરવુ જોઈએ. તેનાથી અગ્નિનો ભય રહે છે.
 
2. પંચક દરમિયાન જ્યારે રેવતી નક્ષત્ર ચાલી રહ્યુ હોય એ સમયે ઘરની છત ન બનાવવી જોઈએ. એવુ વિદ્વાનો માને છે. તેનાથી ધન હાનિ અને ઘરમાં ક્લેશ થાય છે.
 
3. પંચક દરમિયાન દક્ષિણ દિશામાં યાત્રા ન કરવી જોઈએ કારણ કે દક્ષિણ દિશા યમની દિશા માનવામાં આવે છે. આ નક્ષત્રોમાં દક્ષિણ દિશાની યાત્રા કરવી હાનિકારક માનવામાં આવી છે.
 
4. પંચકમાં બેડ બનાવડાવવો પણ અશુભ માનવામાં આવે છે. વિદ્વાનો મુજબ આવુ કરવાથી કોઈ મોટુ સંકટ ઉભુ થઈ શકે છે.
 
5. પંચકમાં શબના અંતિમ સંસ્કાર કરતા પહેલા કોઈ યોગ્ય પંડિતની સલાહ જરૂર લેવી જોઈએ. જો આવુ ન થઈ શકે તો શબની સાથે પાંચ પૂતળા લોટના કે કુશ (એક પ્રકારની ઘાસ)થી બનાવીને અર્થી પર મુકવા જોઈએ અને આ પાંચનુ પણ લાશની જેમ જ પૂર્ણ વિધિ-વિધાનથી અંતિમ સંસ્કાર કરવા જોઈએ. તો પંચક દોષ સમાપ્ત થઈ જાય છે. આવુ ગરુડ પુરાણમાં લખ્યુ છે.
 
આ શુભ કાર્ય પંચકમાં કરી શકો છો
 
પંચકને ભલે અશુભ માનવામાં આવતુ હોય છે પણ આ દરમિયાન સગાઈ, વિવાહ વગેરે શુભ કાર્ય પણ કરવામાં આવે છે. પંચકમાં આવનારા ત્રણ નક્ષત્ર પૂર્વા ભાદ્રપદ્ર ઉત્તરા ભાદ્રપદ અને રેવતી રવિવારના હોવાથી આનંદ વગેરે 28 યોગોમાંથી 3 શુભ યોગ બનાવે છે. આ શુભ યોગ આ પ્રકારના છે. ચર, સ્થિર વ પ્રવર્ધ. આ શુભ યોગોથી સફળતા અને ધન લાભનો વિચાર કરવામાં આવે છે. 

વધુ જુઓ..

Saffron water: કેસરના પાણીમાં પોષક તત્વોની સારી માત્રા જોવા મળે છે. આવો કેસ રના પાણી પીવાથી થનારા સ્વાસ્થ્ય લાભો વિશે જાણીએ

Jyotiroa Phule Jayanti 2026: જ્યોતિરાવ ફુલેની સ્ટોરી, જેમણે બદલી નાખ્યુ ભારતનુ ભવિષ્ય

રોજ લસણની એક કળી ચાવવાના ફાયદા

ઉનાળા માટે ખૂબ જ તાજગી આપનારું અને પૌષ્ટિક પીણું Mango Smoothie

Pehle Bharat Ghumo - એપ્રિલમા હનીમૂન માટે બનાવી રહ્યા છો પ્લાન, તો આ જગ્યાઓ છે સૌથી સારી

વધુ જુઓ..

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

Aaj nu panchang - આજનુ પંચાગ -11 એપ્રિલ

અક્ષય તૃતીયા 2026 ક્યારે છે ? 19 કે 20 એપ્રિલ, જાણો ખરીદી અને દાન-પુણ્યનો દિવસ અને શુભ મુહૂર્ત

Akshaya Tritiya Abujh Muhurat: અક્ષય તૃતિયા ને કેમ કહેવાય છે અબૂઝ મુહૂર્ત, જાણો આ દિવસે પંચાગ જોયા વગર શુભ કાર્ય કરવા પાછળનું શું છે રહસ્ય

Aaj nu panchang- આજનુ પંચાગ - 10 એપ્રિલ

આગળનો લેખ
Show comments