Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્રી લક્ષ્મી માનો થાળ

Updated: શુક્રવાર, 30 જાન્યુઆરી 2026 (20:10 IST)
શ્રી લક્ષ્મી માનો થાળ Lakshmi Mano Thal- 

જમવાને આવજો મા લક્ષ્મીજી જમવા પધારજો
જમવાને આવજો મા લક્ષ્મીજી જમવા પધારજો
મારા પ્રેમની થાળી મે તો રસોઈ મારા હાથે બનાવી 
 
ભોજનીયા ભાવના, અંતરના લ્હાવાના
ભોજનીયા ભાવના, અંતરના લ્હાવાના
પીરસીને ધરિયો છે થાળ લક્ષ્મીજી જમવા પધારજો

ALSO READ: શ્રી લક્ષ્મી યંત્ર
મનગમતી વાનગી, ખુબ નાખ્યા ખાંડ-ઘી
આરોગો ભાવે કંસાર લક્ષ્મીજી જમવા પધારજો
 
તાજા કીધા છે શાક ભક્તનો ના જોશો વાંક
ભાવે જમો દિલડાની દાળ લક્ષ્મીજી જમવા પધારજો
જમવાને આવજો મા લક્ષ્મીજી જમવા પધારજો

ALSO READ: શ્રી લક્ષ્મી ચાલીસા
મનની મીઠાઈ અને ભાવ કેરો ભાત છે
સ્નેહ કેરા શાકની છે વાત લક્ષ્મીજી જમવા પધારજો
 
ઝારીમાં ભરિયા છે, પ્રેમ તણા વારી
ભક્તોની રાખજો ભાળ લક્ષ્મીજી જમવા પધારજો
જમવાને આવજો મા લક્ષ્મીજી જમવા પધારજો
 
સરયુનાં વારી છે, પાન બીડા વાળ્યા છે
અંતરના જોડ્યા છે લક્ષ્મીજી જમવા પધારજો
 
આરતી ઉતારશું ને ફૂલડાં વેરાવશું
લવિંગ સોપારીને પાન ખવરાવશું
તમ પર વારી વારી જાઉં લક્ષ્મીજી જમવા પધારજો
જમવાને આવજો મા લક્ષ્મીજી જમવા પધારજો

Edited By- Monica Sahu

વધુ જુઓ..

બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ કોરિયન ક્રીમ ચીઝ ગાર્લિક બ્રેડ Korean Cream Cheese Garlic Bread recipe

First Date Tips: પહેલી ડેટ પર ભૂલથી પણ ન કરો આ ભૂલો, નહીં તો વાત બગડી શકે છે

'શ્રાવણ થીમ' વડે તમારી કિટ્ટી પાર્ટીને સુપર હિટ બનાવો, આ 3 શ્રેષ્ઠ વિચારો અનુસરો

પાતરા બનાવવાની રીત

શ્રાવણ સોમવારે ઉપવાસ તોડ્યા પછી શું ખાવું? આ 7 વસ્તુઓ ઝડપથી તૈયાર કરો.

વધુ જુઓ..

'શ્રાવણ થીમ' વડે તમારી કિટ્ટી પાર્ટીને સુપર હિટ બનાવો, આ 3 શ્રેષ્ઠ વિચારો અનુસરો

શ્રાવણ સોમવારે ઉપવાસ તોડ્યા પછી શું ખાવું? આ 7 વસ્તુઓ ઝડપથી તૈયાર કરો.

ઓગસ્ટ મહિનાના ગુજરાતી તહેવારો

ઉત્તરાખંડના આ મંદિરમાં, શિવલિંગ આરામની મુદ્રામાં છે, તેનું કદ દર વર્ષે વધી રહ્યું છે.

મંગળવારે જરૂર કરો આ ઉપાય, હનુમાનજીના આશીર્વાદથી જીવનની બધી સમસ્યાઓ થશે દૂર

આગળનો લેખ
Show comments