Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ravivar Upay- સૂર્યને આપો અર્ધ્ય -સૂર્યદેવની પૂજા કરવાના આ નિયમ જરૂર જાણી લો

Updated: શુક્રવાર, 16 ફેબ્રુઆરી 2024 (12:47 IST)
સૂર્યદેવની પૂજા કરવાના આ નિયમ જરૂર જાણી લો 
રવિવારનો દિવસ સૂર્યદેવને સમર્પિત છે. આ દિવસે આખ પરિવારની સાથે સૂર્યદેવની ઉપાસના કરવી
દરેક દિવસનુ પોતાનુ મહત્વ છે. દરેક દિવસ કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત છે. આ જ રીતે રવિવાર સૂર્ય દેવતાની પૂજાનો દિવસ છે. જીવનમાં સુખ-સમૃદ્ધિ, ધન સંપત્તિ અને શત્રુઓથી સુરક્ષા માટે રવિવારનુ વ્રત ઉત્તમ માનવામાં આવે છે. પણ તમારી અંદર વ્રત કરવાની ક્ષમતા ન હોય તો રવિવારે આ નાનકડો ઉપાય જરૂર કરો. 
 
આમ તો રોજ સૂર્યદેવને જળ અર્પિત કરવાથી મનુષ્યની બધી ઈચ્છાઓ પુર્ણ થાય છે. પણ જો રોજ આવુ ન કરી શકો તો રવિવારે કેટલાક નિયમોનુ પાલન કરીને સૂર્ય દેવને અર્ધ્ય જરૂર આપો. 
 
આ રીતે સૂર્યને આપો અર્ધ્ય -
 
પૌરાણિક ધાર્મિક ગ્રંથો મુજબ સૂર્યદેવને અર્ધ્ય આપવાનુ ખૂબ મહત્વ છે. રોજ જલ્દી ઉઠીને સ્નાન વગેરેથી પરવારીને સાફ કપડા પહેરો. ત્યારબાદ તાંબાના લોટામાં જળ લઈને તેમા લાલ ફૂલ, ચોખા નાખીને સૂર્ય દેવને અર્ધ્ય આપો સાથે સૂર્ય મંત્રનો જાપ કરો.  આવુ કરવાથી આયુ, આરોગ્ય, ધન, ધાન્ય, પુત્ર, મિત્ર, તેજ, યશ, વિદ્યા, વૈભવ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. 
 
પૂજા કરતી વખતે આ નિયમોનુ પાલન કરો 
- રોજ સૂર્યોદય પહેલા ઉઠીને નિત્ય કાર્યોથી પરવારીને સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ 
- સ્નાન કર્યા પછી સૂર્યદેવને ત્રણવાર અર્ધ્ય આપીને પ્રણામ કરો  
- સાંજના સમયે પણ સૂર્યદેવને અર્ધ્ય આપીને નમસ્કાર કરો 
- નિયમ મુજબ આદિત્ય હ્રદય સ્ત્રોતનો પાઠ કરો 
- નેત્ર રોગ, આંધળાપણું અને સ્વાસ્થ્ય લાભ માટે નેત્રોપનિષદ નો રોજ પાઠ કરો 
- રવિવારના દિવસે તેલ, મીઠાનું સેવન ન કરો અને એક સમય જ ભોજન કરો. 

વધુ જુઓ..

Dengue ગંભીર ફ્લૂ - ડેન્ગ્યુ થયો છે કેવી રીતે જાણશો ? જાણી લો તેના લક્ષણો અને બચવાના ઉપાય

કોથમીર વડી

શ્રાવણમાં લસણ-ડુંગળી વગરનું શાક ફિક્કું લાગે છે? સ્વાદ વધારવા માટે અજમાવો આ 3 ટિપ્સ લસણ-ડુંગળી વગર સ્વાદિષ્ટ શાક કેવી રીતે બનાવવું?

ચોમાસામા કયા શાકનું સેવન કરવું હેલ્ધી હોય છે ?

શ્રાવણ મહિનામાં મહેંદી લગાવવા અને બંગડીઓ પહેરવાના ધાર્મિક કારણો

વધુ જુઓ..

Kamika Ekadashi Vrat Katha - કામિકા એકાદશી વ્રતનુ મહત્વ અને વ્રત કથા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -9 ઓગસ્ટ, 2026

Happy Shravan 2026 Wishes In Gujarati: સ્નેહીજનોને મોકલી આપો શ્રાવણ મહિનાના આ શુભ સંદેશ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 8 ઓગસ્ટ , 20226

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

આગળનો લેખ
Show comments