Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ramayan- શું આપ જાણો છો રામાયણની આ રોચક વાતો ?

બુધવાર, 29 માર્ચ 2023 (17:03 IST)
શુક્લ પક્ષની નવમી તિથિને શ્રીરામ નવમીના પર્વના રૂપમાં ઉજવાય છે. વાલ્મીકી રામાયણ મુજબ  આ દિવસે ભગવાન વિષ્ણુએ શ્રીરામના રૂપમાં ધરતી પર અવતાર લીધો હતા. આ વખતે શ્રીરામ નવમીનો તહેવાર 15 એપ્રિલના રોજ  શુક્રવારે છે.  શ્રીરામ નવમીના અવસર પર આજે અમે તમને એવી રોચક વાતો જણાવી રહ્યા છીએ,  જેને ખૂબ ઓછા લોકો જાણે છે. 
 
આ  રીતે બન્યો  રામસેતુ 
વાનરોને સમુદ્ર પર પુલ બનાવવામાં 5 દિવસ લાગ્યા હતા. પહેલા દિવસે  14 યોજન(1 યોજન એટલે કે 13 કિમી) બીજા દિવસે  20 યોજન , ત્રીજા દિવસે 21 યોજન ,ચોથા દિવસે 22 યોજન અને પાંચમા દિવસે 23 યોજન પુલ બનાવ્યો હતો. આ રીતે કુલ 100 યોજન લંબાઈનો પુલ સમુદ્ર પર બનાવ્યો હતો. આ પુલ 10 યોજન પહોળો હતો. 
 
* રાજા દશરથ શ્રીરામને વનવાસ મોકલવા માંગતા નહોતા. તેમણે શ્રીરામને એવુ પણ કહ્યુ હતુ કે મને બંદી બનાવીને તમે પોતે રાજા બની જાવ. 
 
* શ્રીરામ ચરિત માનસમાં સીતાના સ્વયંવરનું  વર્ણન છે પણ વાલ્મીકીની રામાયણમાં ક્યાંય પણ સીતાના સ્વયંવરનું વર્ણન નહી મળે. 
 
* રાજ દશરથે  પુત્ર પ્રાપ્તિ માટે ઋષિ ઋષ્યશૃંથી પાસેથી  પુત્રેષ્ટિ યજ્ઞ કરવ્યો હતો.  આ ઋષિનો જન્મ હિરણીના ગર્ભથી થયો હતો. 
 
* વનવાસ સમયે રામે  શ્રાપિત રાક્ષસ કબંધનો વધ કર્યો હતો. તેણે જ રામને સુગ્રીવ સાથે મિત્રતા કરવા માટે કહ્યું હતું. 
 
* વાલ્મીકી રામાયણ મુજબ રસ્તો ન આપતા લક્ષ્મણ નહી પણ શ્રીરામ સમુદ્ર પર ક્રોધિત થયા હતા. ત્યારે લક્ષ્મણે એમને સમજાવ્યો હતો. 
 
* રામ-રાવણના યુદ્ધના સમયે ઈંદ્રે એમના રથ શ્રીરામ માટે મોક્લ્યા હતા. એના પર જ બેસીને રામે રાવણનું વધ કર્યું હતું. 
 
* યુદ્ધના સમયે અગત્સ્ય ઋષિએ શ્રીરામને  આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરવાનું કહ્યું એના જ પ્રભાવથી શ્રીરામે  રાવણનો વધ કર્યો. 
 
* રાવણે વિશ્વ વિજયના સમયે શૂર્પણખાના  પતિનો પણ વધ કર્યો હતો. કારણ કે  એ પણ રાવણના સર્વનાશ કરવા ઈચ્છતો હતો. 
 
* વાલ્મીકી રામાયણ મુજબ વનવાસ જતી વખતે શ્રીરામની ઉમર આશરે 28 વર્ષની હતી અને સીતાની 18 વર્ષ હતી. 

વધુ જુઓ..

Maharana Pratap Quotes- મહારાણા પ્રતાપ શાયરી

Maharana Pratap મહારાણા પ્રતાપ વિશે નિબંધ

સીમંતમાં શું બનાવવું? ગર્ભવતી માતા માટે પૌષ્ટિક અને પરંપરાગત ફૂડ લિસ્ટ

શું કિડનીના દર્દીઓ ગુંદરનું સેવન કરી શકે છે? જાણો આયુર્વેદિક ડોકટરો શું કહે છે.

બચેલી ખીચડીમાંથી બનાવો ક્રિસ્પી અને ટેસ્ટી ખીચડી કટલેટ

વધુ જુઓ..

Purnima June 2026: જૂનમાં આવશે વટ પૂર્ણિમા, નોંધી લો તારીખ અને શુભ મુહૂર્ત

Aaj Nu Panchang- આજનુ પંચાગ -16 જૂન 2026

Somvati Amavasya Vrat Katha 2026 - સોમવતી અમાવસ્યાની પૌરાણિક અને પ્રચલિત કથા

Somvati Amavasya 2026: સોમવતી અમાસના દિવસે આ વિધિથી કરો મહાદેવની પૂજા કરો, જાણો શુભ મુહૂર્ત અને યોગ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -15 જૂન 2026

આગળનો લેખ
Show comments