Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kevda Teej 2023: કેવડાત્રીજ વ્રત દરમિયાન ભૂલથી પણ ન કરો આ 5 કામ

Updated: રવિવાર, 17 સપ્ટેમ્બર 2023 (14:56 IST)
પૌરાણિક માન્યતા મુજબ કેવડાત્રીજનું વ્રત સુહાગન સ્ત્રીઓ પતિ અને પરિવારનુ સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે જ્યારે કે કુંવારી યુવતીઓ સારો વર પ્રાપ્ત કરવા માટે કરે છે. એવુ કહેવાય છે કે આ વ્રતને પૂર્ણ શ્રદ્ધાથી કરનારી મહિલાઓની મનોકામના પૂર્ણ થાય છે.
 
આ વ્રત માટે બે-ત્રણ દિવસ પહેલા જ તૈયારીઓ શરૂ થઈ જાય છે.
પણ અનેકવાર અજાણતા એવી ભૂલો થઈ જાય છે જેનાથી વ્રતનુ ફળ મળતુ નથી. સાથે જ અશુભ ફળ મળવાની વાત પણ કહેવામાં આવી છે.
 
તો આવો જાણીએ ક્યા છે એ 5 કામ જે ન કરવા જોઈએ..
 
1. પૌરાણિક કથાઓની માન્યતા મુજબ વ્રત કરનારી મહિલાઓને વ્રતના દિવસે રાત્રે સુવુ ન જોઈએ. ત્રીજની રાત્રે બધી મહિલાઓએ મળીને ભજન ગાયન કે જાગરણ કરવુ જોઈએ. એવુ કહેવાય છે કે ત્રીજની રાત્રે જો વ્રત કરનારી મહિલા સૂઈ જાય છે તો તેને આગલા જન્મમાં પશુના રૂપમાં જન્મ મળે છે.
 
 
2. ત્રીજનુ વ્રત કરનારી મહિલાઓએ શાંત રહેવુ જોઈએ. તેમને કોઈ પ્રકારનો ક્રોધ ન કરવો જોઈએ. કદાચ તેથી જ મહિલાઓના હાથમાં મહેંદી લગાવવાની પ્રથા છે. મહેંદી મગજને ઠંડક પહોંચાડે છે.
 
3. એવી માન્યતા છે કે ત્રીજનુ વ્રત
નિર્જલા કરવુ જોઈએ. આ દરમિયાન કશુ પણ ખાવુ પીવુ ન જોઈએ. એવુ કહેવાય છે કે વ્રત દરમિયાન જો કોઈ કશુ ખાઈ પી લે છે તો તેને આવતા જન્મમાં વાનરનુ રૂપ ધારણ કરવુ પડે છે.
 
4. એવુ પણ કહેવાય છે કે જે યુવતીઓ કે મહિલાઓ આ વ્રત નથી કરતી તેને આગામી જન્મમાં માછળી બનવુ પડે છે. જ્યારે કે આ દિવસે માંસાહાર કરનારી યુવતીઓને ઘોર શ્રાપ મળે છે.
 
5. વ્રત દરમિયાન કોઈપણ મહિલાએ દૂધનુ સેવન ન કરવુ જોઈએ.
એવી માન્યતા છે કે આવુ કરવાથી આગલા જન્મમાં સર્પ યોનિમાં જન્મ મળે છે.

વધુ જુઓ..

રક્ષાબંધન માટે ઘરે બનાવો ક્રીમી કેસર પિસ્તા મિલ્ક કેક, સ્વાદ એવો કે સૌ વખાણ કરશે

રક્ષાબંધન માટે ખાસ ડિનર પ્લાન : ઘરે બનાવો શાહી અને સ્વાદિષ્ટ થાળી

સવારે ખાલી પેટ ગોળ અને સેકેલા ચણા ખાવાથી આરોગ્યને મળશે જોરદાર ફાયદા

ગુજરાતી રેસીપી- મૂંગદાળના દહીંવડા

Spring Roll- પરફેક્ટ માર્કેટ-સ્ટાઈલ સ્પ્રિંગ રોલ માટે ટિપ્સ

વધુ જુઓ..

Raksha Bandhan 2026 Wishes Gujarati : કાચા દોરામાં બંધાયો અતૂટ પ્રેમ, ભાઈ-બહેનના સંબંધને ખાસ બનાવવા આ મેસેજીસ દ્વારા પાઠવો રક્ષાબંધનની શુભેચ્છા

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

રક્ષાબંધન 2026 AI ફોટો પ્રોમ્પ્ટ: Geminiથી ભાઈ-બહેનની રિયલિસ્ટિક તસવીર બનાવવાની સરળ રીત

રક્ષાબંધન શુભ મુહૂર્ત 2026: જો તમને સવારે સમય ન મળે, તો શું તમે બપોરે કે સાંજે રાખડી બાંધી શકો છો?

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 27 ઓગસ્ટ 2026

આગળનો લેખ
Show comments