Webdunia - Bharat's app for daily news and videos

Install App

દેવશયની એકાદશી ખાસ- 12 જુલાઈને કરી લો ભગવાન વિષ્ણુના 11 ઉપાય

ગુરુવાર, 11 જુલાઈ 2019 (13:52 IST)
12 જુલાઈ 2019 ને આષાઢ માસની શુક્લ પક્ષની એકાદશી છે જેને દેવશયની એકાદશી કે હરિશ્યની એકાદશીના નામથી ઓળખાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુ શયન અવસ્થામાં આવી જાય છે. બીજા શબ્દોમાં આ દિવસથી દેવપ્રબોધિની એકાદશી સુધી ભગવાન  વિષ્ણુ પાતાલ લોકમાં નિવાસ કરે છે. જો તમે આ 
દિવસે વ્રત રાખી શકો તો અતિ ઉત્તમ છે પણ જો ના રાખી શકો તો કેટલાક સામાન્ય શુભ ગતિવિધિઓ કરી શકો છો. 
1. સવારે સ્નાન પછી ભગવાન વિષ્ણુની સોના, ચાંદી, પીત્તળ કે તાંબાની મૂર્તિને પીતંબરથી સજાવીને સફેદ વસ્ત્રથી શણગારેલા ઓશીંકા અને પથારી વાળા એક નાનકડું પલંગ પર શયન કરાવો. તેની સાથે જ કેટલીક ખાસ મનોકામનાની પૂર્તિ માટે આ મહીનામાં કેટલીક વસ્તુઓના ત્યાગનો વ્રત લેવું. 
 
2. દેવશયની એકાદશી પર દક્ષિણાવર્તી શંખમાં ગંગાજળ ભરીને તેનાથી ભગવાન વિષ્ણુનો અભિષેક કરવું. 
 
3. દેવશયની એકાદશી પર ભગવાન વિષ્ણુને ખીર, પીળા ફળ કે પીળા રંગની મિઠાઈનો ભોગ લગાવવું. 
 
4. એકાદશીની સાંજે તુલસીની સામે ગાયના શુદ્ધ ઘી નો દીવો લગાવો અને તુલસીના છોડને પ્રણામ કરવું. 
 
6. દેવશયની એકાદશી પર ગાયના કાચા દૂધમાં કેસર મિકસ કરી ભગવાન વિષ્ણુનો અભિષેક કરવું. 
 
7. પીપળમાં ભગવાન વિષ્ણુનો વાસ ગણાય છે. તેથી એકાદશી પર પીપળના ઝાડ પર જળ ચઢાવવું. 
 
8. વિષ્ણુ ભગવાનના મંદિરમાં જઈને અન્ન (ઘઉં, ચોખા) વગેરે દાન કરવું. પછી તેને ગરીબોમાં વહેચવું. 
 
9. મધુર સ્વર માટે ગોળ, લાંબી ઉમ્ર માટે સરસવનું તેલ, શત્રુ બાધાથી મુક્તિ માટે સરસવનું તેલ અને મીઠા તેલ, સંતાન પ્રાપ્તિ માટે દૂધ, પાપ મુક્તિ માટે ઉપવાસ. 
10. સવારે સવારે ઘરની સાફ સફાઈ પછી મુખ્ય દ્વાર પર હળદરનો જળ કે ગંગાજળનો છાંટવુं. "ૐ નમો નારાયણાય" કે "ૐ નમો ભગવતે વાસુદેવાય નમ:" નો 108 વાર કે તુલસીની માળા જાપ કરવી. ઘરમાં ધન-ધાન્ય અને લક્ષ્મીની પ્રાપ્તિ માટે ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીનો કેસર મિક્સ જળથી અભિષેક કરવું. 
 
11. એકાદશીની સાંજે તુલસીની સામે ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો અને "ૐ નમો ભગવતે વાસુદેવાય નમ:" નો જાપ કરતા તુલસીની 11 પરિક્રમા કરવી. તેનાથી ઘરના બધા સંકટ અને આવતી પરેશાનીઓ ટળી જાય છે. 

વધુ જુઓ..

મુંબઈ-ઉત્તર ભારતીય સ્ટ્રીટ ફૂડની લોકપ્રિય ચાટ દહીં કચોરી રેસીપી

Mutton Galouti Kebab -કુરબાની પછી તરત જ મટન ગલોટી કબાબ આનંદ માણો! તેનો સ્વાદ દરેકને આંગળીઓ ચાટવા માટે મજબૂર કરી દેશે.

Litchi Basundi ઉનાળાની ખાસ મીઠાઈ લીચી બાસુન્ડી - ઇન્સ્ટન્ટ મીઠાઈ

ઉનાળાની ખાસ 'મેંગો મસ્તાની' ફક્ત 10 મિનિટમાં બનાવો; સરળ રેસીપી જુઓ

વધુ જુઓ..

મંગળવાર મંત્ર

Bada Mangal 2026: આજે ચોથું બડા મંગળ છે, આ 5 ભૂલો ટાળો અને ભગવાન હનુમાનની પૂજા કરવાનો શુભ સમય જાણો.

Aaj Nu panchang - આજનુ પંચાગ - 26 મે 2026

Nautapa 2026 Horoscope: આજથી નૌતપા શરૂ, સૂર્યની જેમ ચમકશે આ 4 રાશીઓનું નસીબ, શું તમારી રાશી પણ આમાં છે સામેલ ?

Somwar Mantra - સોમવારે કયા મંત્રનો જાપ કરવો જોઈએ

આગળનો લેખ
Show comments