Webdunia - Bharat's app for daily news and videos

Install App

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

મંગળવાર, 13 મે 2025 (12:52 IST)
Budhwa Mangal 2025 Significance: જેઠ મહિનામાં આવનારા મંગળવારને મોટો મંગળ કે બુઢવા મંગળના નામથી ઓળખવામાં આવે છે.  આ દિવસે હનુમાનજીની પૂજા ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે.  જેઠ મહિનાના મંગળવારના દિવસે બજરંગબલીની આરાધના કરવાથી ભક્તોની બધી મનોકામનાઓ પૂરી થાય છે.  ઉલ્લેખનીય છે કે જેઠ મહિનાના મંગળવારના દિવસે હનુમાનજીના વૃદ્ધ રૂપની પૂજા કરવામાં આવે છે.  તેથી આ મહિનામાં પડનારા મંગળવારને બુઢવા મંગળના નામથી ઓળખવામાં આવે છે.  તો આવો હવે અમે તમને બતાવીશુ કે બુઢવા મંગળ સાથે જોડાયેલ પૌરાણિક કથા શુ છે.  
 
જ્યેષ્ઠ મંગળવારને બુઢવા મંગલ કેમ કહેવામાં આવે છે?
પૌરાણિક માન્યતાઓ અનુસાર, મહાભારત કાળ દરમિયાન, કુંતીના પુત્ર ભીમને પોતાની શક્તિ અને તાકત પર ગર્વ થયો. આવી સ્થિતિમાં, ભીમને પાઠ ભણાવવા માટે, બજરંગબલીએ એકવાર વૃદ્ધ વાંદરાના રૂપમાં પ્રવેશ કર્યો. હનુમાનજીએ, એક વૃદ્ધ વાંદરાના રૂપમાં, ભીમને હરાવ્યો, જેના પછી ભીમે પોતાની શક્તિ પરનુ અભિમાન દૂર થઈ ગયુ.   એવું કહેવાય છે કે એ  જેઠ મહિનાનો મંગળવાર હતો જ્યારે રામ ભક્ત હનુમાન એક વૃદ્ધ વાંદરાના રૂપમાં આવ્યા હતા. ત્યારથી, જ્યેષ્ઠ મહિનાના દરેક મંગળવારને બુઢવા મંગળ તરીકે ઓળખવામાં આવે છે.
 
બુઢવા મંગલનું મહત્વ
બુઢવા મંગળના દિવસે હનુમાનજીની પૂજા કરવાથી બુદ્ધિ, જ્ઞાન અને શક્તિમાં વધારો થાય છે. આ દિવસે હનુમાન ચાલીસાનો પાઠ પણ કરવો જોઈએ. હનુમાન ચાલીસાના પાઠ કરવાથી વ્યક્તિને દરેક ભયમાંથી મુક્તિ મળે છે અને ઘર અને પરિવારમાં સુખ-સમૃદ્ધિ રહે છે. બુઢવા મંગળના દિવસે, બજરંગબલીની સાથે ભગવાન શ્રી રામની પૂજા કરો, તો જ તમને પૂજાનો સંપૂર્ણ લાભ મળશે.
 

વધુ જુઓ..

ઓવરથિકિંગ અને માનસિક તનાવથી તમારુ મગજ થાકી ગયુ છે ? તો અજમાવો ભગવદ્દ ગીતાના આ 3 લાઈફ હેક્સ

ચહેરા પર નેચરલ ગ્લો લાવવા માટે 5 સરળ બ્યુટી ટીપ્સ

કાઠિયાવાડી લસણીયા બટાકાનું શાક

કાઠિયાવાડી રેસીપી- ટીંડોળા નું શાક બનાવવાની રીત

Summer Food: ના લૂ નું ટેન્શન ન ડિહાઇડ્રેશન, ઉનાળામાં રોજ આ 10 સુપરફૂડનું કરો સેવન

વધુ જુઓ..

પુરુષોત્તમ માસની કથા અધ્યાય અધ્યાય 5 : ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ વ્યથા અને ગોલોકમાં આશ્વાસન

Purushottam Maas Katha Adhyay 4 : ભગવાન વિષ્ણુ અને અધિક માસનું ગોલોક પ્રયાણ

પુરુષોત્તમ માસની કથા અધ્યાય ૩: અધિક માસની વ્યથા અને ભગવાન વિષ્ણુની શરણાગતિ

Adhik Guru Pradosh Upay: અધિક ગુરુ પ્રદોષના દિવસે કરો આ ઉપાયો, ભગવાન શિવ બધી મુશ્કેલીઓ કરશે દૂર

Aaj Nu Panchang- આજનુ પંચાગ -28 મે 2026

આગળનો લેખ
Show comments