રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2022
Written By
Last Updated : રવિવાર, 30 જાન્યુઆરી 2022 (16:25 IST)

કાર ચાલકો માટે ખુશખબર!- મોદી સરકાર બે દિવસમાં આપી શકે છે આ મોટી ભેટ

CNG અને LPG કિટને લઈને મોદી સરકારનો મોટો નિર્ણય
BS-6 વાહનોમાં ફિટ કરાવી શકાશે CNG અને LPG કિટના રેટ્રો ફિટમેન્ટ
વેલિડિટી ત્રણ વર્ષ માટે રહેશે, ત્યારબાદ દર વર્ષે તેને રિન્યુ કરાવવી પડશે
 
3.5 ટનથી ઓછા વજનવાળા CNG/LPG એન્જિન સાથે ડીઝલ એન્જિન બદલવાની મંજૂરી આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. હાલમાં, BS-VI ઉત્સર્જન ધોરણો હેઠળ મોટર વાહનોમાં CNG અને LPG કિટના રેટ્રો ફિટમેન્ટની મંજૂરી છે.

 
અમે તમને વાહનોમાં CNG કિટ સંબંધિત મુખ્ય અપડેટ્સ વિશે માહિતી આપી રહ્યા છીએ. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે CNG કિટને લઈને એક નવું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આની અસર ઘણા લોકો પર થવાની છે. વાસ્તવમાં તમે ટૂંક સમયમાં જ સીએનજી કિટ સાથે BS-VI પેટ્રોલ વાહનોને રસ્તાઓ પર ચલાવી શકશો. મંત્રાલયે 3.5 ટન એન્જિન ક્ષમતા સુધીના CNG અને PNG કિટના રિટ્રોફિટિંગ દ્વારા હાલના BS-VI વાહનોને CNG અને LPG પર ચલાવવાની મંજૂરી આપતું નોટિફિકેશન બહાર પાડ્યું છે.