રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 8 એપ્રિલ 2022 (11:09 IST)

વડગામ તાલુકાના ડાલવાણામાં આજે મુસ્લિમ બિરાદરો મંદિરે રોઝા ખોલશે

15th Day Roza
વડગામ તાલુકાના ડાલવાણાં ગામમાં કયારેય કોમવાદની સ્થિતિ સર્જાઈ નથી. આ ગામમાં હાલમાં ચાલી રહેલા મુસ્લિમ સમુદાય ના પવિત્ર રમઝાન માસમાં ગામના હિંદુ મંદિરોનું સંચાલન કરતા શ્રી ડાલવાણા દેવસ્થાન ટ્રસ્ટ અને ગ્રામપંચાયત દ્વારા ગામના મુસ્લિમ બિરાદરોને શુક્રવારે સાંજે ગામમાં આવેલા પ્રસિદ્ધ વારંદા વિર મહારાજના મંદિરે રોઝા ખોલાવી ગામમાં ચાલી આવતી કોમી એકતાને વધુ મજબૂત બનાવવાનો એક આવરકર દાયક કાર્યક્રમ યોજાનાર છે.ડાલવાણા ગામમાં કોમીએકતા વર્ષોથી અકબંધ છે. જ્યાં હિંદુ અને મુસ્લિમ સમાજના લોકો કોઈ પણ પરિસ્થિતિમાં એક અને નેક રહ્યા છે. આ ગામમાં હિંદુ અને મુસલમાનની એકતા માટે એક ઉત્તમ ઉદાહરણ આપી શકાય તેવું ગામ છે. આ ગામમાં હિંદુઓના તહેવારોમાં મુસ્લિમ બિરાદરો ખડે પગે હોય છે. તો મુસ્લિમોના તહેવારોમાં હિંદુઓ પણ પાછળ રહેતા નથી. ગામમાં મોહરમ અને નવરાત્રીનો પ્રસંગ એક સાથે હોય તો પણ ગામમાં સુમેળ ભર્યા વાતાવરણમાં એક બીજાને મદદરૂપ થઇ હર્ષોલ્લાસ સાથે પ્રસંગો ઉજવે છે.આજે શુક્રવારે વધુ એક પ્રેરણાદાયી કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, જેમાં ગામાનાં હિંદુ મંદિરોના સંચાલન માટે કાર્યરત શ્રીડાલવાણા દેવસ્થાન ટ્રસ્ટ અને ડાલવાણા ગ્રામપંચાયત દ્વારા ગામના મુસ્લિમ બિરાદરોને ગામના પ્રસિદ્ધ શ્રી વારંદા વિર મહારાજના મંદિરે પવિત્ર રમઝાન માસમાં રોઝા ખોલાવવાના કાર્યક્રમનું આયોજમ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગામના મુસ્લિમ બિરાદરો અને હિંદુઓ એક સાથે ઉપસ્થિત રહી ગામના ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડશે.ડાલવાણા ગામમાં શુક્રવારે મુસ્લિમ બિરાદરો ગામના શ્રી વારંદા વિર મહારાજના મંદિરે રોઝા ખોલશે અને મંદિર પરિસરમાં જ નમાઝ અદા કરશે. આ ઉપરાંત મુસ્લિમ અગ્રણી વારંદા વિર મહારાજની આરતી પણ ઉતારશે.