રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 17 જૂન 2021 (08:58 IST)

અમદાવાદમાં રથયાત્રા તો નીકળવી જ જોઈએ અને સાથે ઇદે મિલાદ-મોહર્રમનું જુલૂસ નીકળવું જોઈએઃ કોંગી MLAની માંગ

અમદાવાદમાં રથયાત્રા નીકળવી જોઈએ એવી અપીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીને જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ કરી છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું છે કે, ઈદે મિલાદ અને મોહર્રમનું જુલૂસ પણ નીકળવું જોઈએ.જમાલપુરના ધારાસભ્યે એક માધ્યમને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, સરકારે જારી કરેલી ગાઈડલાઈનનો ચુસ્ત અમલ કરીને પણ રથયાત્રા કાઢવી જોઈએ, સાથોસાથ ઈદે મિલાદ અને મોહર્રમનું જુલૂસ પણ નીકળવું જોઈએ, કેમ કે ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં રથયાત્રા નીકળતી હોય છે ત્યારે સમરસતાનું પ્રતીક જોવા મળે છે. લોકો તેમાં ભાઈચારાથી જોડાય છે. ઈદે મિલાદ હોય ત્યારે મહારાજ ઝંડી બતાવી તેનું પ્રસ્થાન કરાવે છે, એવા સંજોગોમાં કોરોનાની બીજી લહેર-ત્રીજી લહેરની આપણે વાત કરીએ છીએ. આ સમયે આસ્થાના પ્રતીકસમી જગન્નાથની રથયાત્રા ચોક્કસ નીકળવી જ જોઈએ. હું મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મ્યુનિ. કમિશનર અને પોલીસ કમિશનરને વિનંતી કરું છું કે, રથયાત્રા ચોક્કસ નીકળવી જોઈએ.