સુરતમાં ચાલુ ટ્રેનમાં ચડવા જતા યુવક ટ્રેન નીચે કપાયો, 4 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી
સુરતના ઉધના સ્ટેશન ઉપર એક યુવક ઇમરાન ખાન સંબંધી માટે ટ્રેનમાં જગ્યા કરવા માટે ચાલુ ટ્રેનમાં ઉપર ચડવા જતા ટ્રેન નીચે કપાઈ મોતને ભેટ્યો હતો.સુરતના ઉધના રેલ્વે સ્ટેશનમાં ચાલુ ટ્રેને ચડવા જતા ઈસમે જીવ ગુમાવ્યો છે. મૃતક ઇસમ ઇમરાન ખાનના ઘરે સામાજિક પ્રસંગ હોવાથી સંબંધી ઘરે આવ્યા હતા. તેમને પરત રેલવે સ્ટેશન પર છોડવા ગયો હતો.
સંબંધીને ટ્રેનમાં બેસવા માટે જગ્યાની વ્યવસ્થા કરવા ચાલુ ટ્રેનમાં જ યુવકે ચડવાનો પ્રયાસ કરતા ટ્રેનની નીચે આવી જતા મોત નીપજ્યું છે. યુવકના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. તો બીજી તરફ 4 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
મૂળ જલગાવનો વતની અને હાલ સુરતના રીંગરોડ સ્થિત ઉમરવાડા વિસ્તારમાં રહેતો 33 વર્ષીય ઇમરાન ખાન ઇલાઈ ખાન પઠાણના ઘરે પ્રસંગ હતો. તેના ઘરે મહેમાનો આવ્યા હતા. દરમિયાન તે મહેમાનોને મુકવા માટે ઉધના રેલ્વે સ્ટેશન ગયો હતો. આ દરમિયાન પ્લેટ ફોર્મ નંબર-3 પર પારડી લોકલ મેમુ ટ્રેન આવી હતી. યુવક સંબંધીની ટ્રેનમાં જગ્યાની વ્યવસ્થા કરવા માટે ચાલુ ટ્રેનમાં જ ચડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ યુવકનો પગ લપસી જતા ટ્રેનની નીચે આવી ગયો હતો. પગ ફસાઈ જતા તેનો પગ કપાઈ ગયો હતો. તેને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
બીજી બાજુ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. યુવક પ્લેટફોર્મ નંબર-3 પર આવતી ટ્રેનમાં ચાલુ ટ્રેને ચાડવાનો પ્રયાસ કરે છે. ત્યારબાદ તે લપસી પડે છે. ટ્રેનની નીચે આવી જાય છે. આ ઘટનામાં યુવકનો પગ કપાઈ જાય છે. જ્યારે ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે આ સીસીટીવી ફૂટેજ લાલબત્તી સમાન છે. ચાલુ ટ્રેનએ યુવકે ચડવાનો પ્રયાસ કરતા મોતને ભેટ્યો છે.