પેટ્રોલ અને ડીઝલ અને CNG ના ભાવમાં આજે પણ વધારો , CNG પણ થયું મોંઘું
દેશભરમાં જે રીતે ઉનાળાના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે તે પ્રમાણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ સતત વધારાનો સિલસિલો ચાલી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાની અસર હવે સામાન્ય જનતાના ખિસ્સા પર પડી રહી છે. સામાન્ય લોકો મોંઘવારીથી ત્રસ્ત છે. નોંધનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા 7 દિવસમાં 6 વખત ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જોકે ઈંધણની કિંમત 22 માર્ચથી વધવા લાગી હતી. આ પછી 24 માર્ચે કિંમત સ્થિર રહી હતી. પરંતુ ત્યાર બાદ તેલની કિંમતો સતત વધી રહી છે.
નોંધનીય છે કે પહેલાથી જ મોંઘવારીથી પરેશાન ગુજરાતના લોકો હવે ઈંધણની કિંમતમાં સતત થઈ રહેલા વધારાને કારણે સરકારથી પરેશાન છે. જોકે પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવે હવે સામાન્ય લોકોનું બજેટ બગાડ્યું છે.જોકે સરકારના પ્રતિનિધિઓ તેને રશિયા અને યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધની અસર જણાવી રહ્યા છે.
સોમવારે ફરી એકવાર પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારાની જાહેરાત કરવામાં આવી હતી. આજથી પેટ્રોલ 80 પૈસા અને ડીઝલ 70 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે.જ્યારે સીએનજીના ભાવમાં 1.5 રૂપિયાનો વધારો થયો છે. નવા ભાવ આજે સવારે 6 વાગ્યાથી લાગૂ થઈ ગયા છે.
અહીં પેટ્રોલ 111.60 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 95.56 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે છેલ્લા 06 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રૂ.થી વધુનો વધારો કરવામાં આવ્યો છે.
તો બીજી તરફ પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત થઇ રહેલા વધારાને જોતા ચાંદખેડાના મનીષભાઇ પટેલે જણાવ્યું હતું કે આખી દુનિયામાં મોંઘવારીનો ગ્રાફ વધ્યો છે તો અહીં પણ થવાની જ છે. અમારા ખિસ્સા પર અસર પડી રહી છે પરંતુ શું કરી શકીએ.
અન્ય એક બાઇકચાલક વિધિબેન ઢોલરિયાએ જણાવ્યું હતું કે મોંઘવારે કારણે લોકોનું જીવવું મુશ્કેલ બની ગયું છે. ચોતરફ મોંઘવારી છે. સરકાર શું કરી રહી છે બસ લૂંટી રહી છે. મધ્યમવર્ગીય લોકો જે રોજ કમાય છે અને રોજ ખાય છે તેમની સ્થિતિ ખરાબ છે.